Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર નજીકથી દેશી દારૂ ભરેલી બોલેરો સાથે બે ખેપીયા ઝડપાયા, દારૂ વેચનાર,...

વાંકાનેર નજીકથી દેશી દારૂ ભરેલી બોલેરો સાથે બે ખેપીયા ઝડપાયા, દારૂ વેચનાર, મંગાવનારની શોધખોળ

વાંકાનેર નજીક મોરબી ચોટીલા નેશનલ હાઈવે પર ઢુવા એ. કે હોટલ પાસેથી દેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ સાથે સુરેન્દ્રનગરના બે ખેપીયાની પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી દારૂ વેચનાર, મંગાવનાર અને વચેટિયાને ઝડપી લેવા વાંકાનેર પોલીસે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર નજીક મોરબી ચોટીલા નેશનલ હાઈવે પર ઢુવા એ. કે હોટલ પાસે ગત સાજે દેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ નં. GJ 13 AW5838 નીકળતા વોચમાં રહેલી પોલીસે અટકાવીને તલાશી લેતા તેમાથી ૮૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે બે ખેપીયા પ્રદિપ પ્રવિણભાઈ વાધરોડીયા (રહે. સુરેન્દ્રનગર) અને અમીત અશોકભાઈ ઉતેરીયા ( રહે. સુરેન્દ્રનગર)ની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. જેની વિશેષ પુછપરછ કરતા આ દારૂ બળવંત જીવણભાઈ સાપરાના કહેવાથી ભરતભાઈ પાસેથી લઈને ભગુભાઈ અને સતિષભાઇ ( રહે બંને મોરબી) ને આપવા જતા હોવાનુ ખુલ્યુ હતું જેથી પોલીસે તમામ સામે પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધી ૮૦૦ લીટર દેશી દારૂ, બોલેરો પીકઅપ ગાડી સહિત ૪,૨૧,૦૦૦નો મુદામાલ કબજે કરી દારૂ વેચનાર મંગાવનાર અને વચેટિયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!