Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જીલ્લાની ખાનગી શાળાઓના રીપીટર છાત્રો માટે પરીક્ષાનાં આવેદનપત્રો ભરવા અંગે જરૂરી...

મોરબી જીલ્લાની ખાનગી શાળાઓના રીપીટર છાત્રો માટે પરીક્ષાનાં આવેદનપત્રો ભરવા અંગે જરૂરી સૂચના

મોરબી જિલ્લામાં આવેલ બિનસરકારી અનુદાનીત તેમજ સ્વનિર્ભર ઉચ્ચતર માધ્યમીક (વિજ્ઞાન પ્રવાહ) ઘોરણ-૧૧ અને ૧૨માં એનરોલમેન્ટ શુન્ય હોવાથી ૧૭ શાળાઓના રીપીટર વિદ્યાર્થીઓના એચ.એસ.સી. (વિ.પ્ર.) બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો અન્ય શાળાઓએ ભરવાના હોવાનું યાદીમાં જણાવવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી (શહેર)માં શ્રીમતી એમ.પી.દોશી ગર્લ્સ સ્કુલના છાત્રોએ ધી વીસી ટેક. હાઇસ્કુલ, નિર્મલ વિદ્યાલયના છાત્રોએ નિલકંઠ વિદ્યાલય તેમજ ઓમ શાંતી વિદ્યાલયના છાત્રોએ જ્ઞાનપથ વિદ્યાલય ખાતે આવેદનપત્ર ભરવાનું રહેશે. મોરબી તાલુકામાં એમ.જી.ઉ.બુ. વિદ્યાલય – જોઘપર નદી, સ્વામીનારાયણ વિદ્યાલય – ઘરમપુર અને સાઘના વિદ્યાલય- લક્ષ્મીનગરના છાત્રોએ ધી વીસી ટેક. હાઇસ્કુલ, નવજીવન સ્કુલ – મોરબીના છાત્રોએ નિર્મલ વિદ્યાલય – મોરબી અને આત્મીય સ્કુલ -પીપળીયાના છાત્રોએ વિનય સાયન્સ સ્કુલ – પીપળીયા ખાતે આવેદનપત્ર ભરવાનું રહેશે. હળવદમાં ઉમા કન્યા વિદ્યાલયના છાત્રોએ મહર્ષી વિદ્યાલય, વિદ્યાદર્શન વિદ્યાલયના છાત્રોએ સદભાવના વિદ્યાલય અને નાલંદા વિદ્યાલયના છાત્રોએ તક્ષશિલા વિદ્યાલયમાં આવેદનપત્ર ભરવાનું રહેશે. ટંકારામાં લાઇફ લિકંસ વિદ્યાલય- કલ્યાણપર અને ઓમ વિદ્યાલય – કલ્યાણપરના છાત્રોએ ઓરપેટ કન્યા વિદ્યાલય – ટંકારા તેમજ જ્ઞાનદિપ વિદ્યાલય – હડમતીયાના છાત્રોએ નાલંદા વિદ્યાલય – વીરપરમાં આવેદનપત્ર ભરવાનું રહેશે. અને વાંકાનેરમાં સહયોગ વિદ્યાલય – પંચાસીયા અને શારદા વિદ્યા મંદિર – વાંકાનેરના છાત્રોએ વી.એસ. શાહ હાઇસ્કુલ – વાંકાનેર તેમજ ગેલેકસી હાઇ – ચંદ્રપુરના છાત્રોએ ફેઝ બ્રાઇટ હાઇસ્કુલ – વાંકાનેર ખાતે આવેદનપત્ર ભરવાનું રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!