વાંકાનેરમાં ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડ ફાળવવા છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે જેમાં સામાજિક અગ્રણી જીતુ સોમાણી ઉપવાસ પર ઉતર્યા છે અને વિવિધ સંસ્થાઓએ સમર્થન આપ્યું છે અને જેમાં ગઈકાલે મોડી રાત્રે જીતુ સોમાણી અને અલગ અલગ સંસ્થાઓએ બેઠક યોજીને આજે વાંકાનેર બંધ રાખવાનું એલાન કર્યું હતું અને આજે જીતુ સોમાણી અને વિવિધ સંસ્થાઓ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા પરન્તુ મંજૂરી ન હોવાથી મામલતદાર દ્વારા આવેદનપત્ર નો અસ્વીકાર કરવામાં આવ્યો હતો જેથી હવે વાંકાનેર માર્કેટ ચોક થી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવમાં આવશે તેવુ નક્કી કરવામાં આવ્યું હતું.
વધુમાં જીતુ સોમાણી અને વિવિધ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા વાંકાનેર બંધ ના એલાન ને નહિવત પ્રતિસાદ મળ્યો હતો અને વાંકાનેરની બજારમાં મોટાભાગના વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ રહયા હતા તેમજ બળજબરી થી દુકાનો બંધ કરાવવી કે રેલી દરમીયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વાંકાનેર સીટી પીઆઇ એન.એ.વસાવા સહિત ની ટીમ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને વાંકાનેર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરશે તેવુ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે વાકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદા દ્વારા પણ જીલ્લા કલેકટર ને પત્ર લખી ધાર્મિક લાગણી નાં દુભાય તે મુજબ કાર્યવાહી કરી આં વર્ષોથી ઉજવાતા ગણેશ ઉત્સવને પાલિકામાં કરાયેલા ઠરાવ આધારે ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.