Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં પત્તા પ્રેમી ચાર મહિલાઓની ધરપકડ

મોરબીમાં પત્તા પ્રેમી ચાર મહિલાઓની ધરપકડ

મોરબીમાં શ્રાવણીયા જુગારની મોસમ પુરી થઈ ગઈ છે. છતાં પત્તા પ્રેમીઓ પોતાની આદતને ભુલાવી ન શકતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મોરબીમાં જાહેરમાં જુગાર રમાતી 4 મહિલાઓ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે અમુક મહિલાઓ ત્રાજપર ખારી,રામકુવા પાસે. ગોળ કુંડાળું વાળી તીન પતિનો રોન પોલીસનો જુગાર રમી રહી છે. જે હકીકતના આધારે મોરબી સીટી બી ડિવિઝનની ટીમે દરોડો પાડતા સ્થળ પરથી જુગાર રમતી જીગ્નાબેન રમેશભાઈ સાતોલા, ભાનુબેન અશોકભાઈ સનુરા, મંજુબેન ધીરૂભાઈ રાઠોડ અને મધુબેન રમેશભાઈ ગણેશીયા ઝડપાઈ હતી. ત્યારે પોલીસે મહિલાઓ પાસેથી રોકડ રૂ. ૭૪૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!