મોરબી બાર એસોસિએશન દ્વારા નૂતન વર્ષના પ્રારંભ નિમિતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૦ના રોજ સવારે ૧૦ : ૩૦ કલાકે બાર રૂમ, ન્યાય મંદિર,મોરબી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાશે.
આ પ્રસંગે મોરબી જિલ્લાના તમામ વકીલોને પધારવા એકબીજાને નવા વર્ષની મંગલ કામના પાઠવવા મોરબી બાર એસોસીએશનના પ્રમુખ ડી.આર.અગેચણીયા અને સેક્રેટરી એમ.એચ.દવે સહિતના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.