જામનગર પંથકમાં મોંઘો ગાંડોતુર બન્યો હોય તેમ એક સામતું પાણી વરસાવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે આવી કપરી સ્થિતિમાં જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસરગ્રસ્ત ગામમાં એરલિફ્ટ કરવા માટે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા પ્રથમ આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચાર્જ સાંભળ્યા પહેલા તંત્રને સૂચના આપી ખીમરાણા, ધુવાવ, અલિયાબાળા ગામોના પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોચાડવા આદેશ કર્યા છે.
વધુમાં અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે પહોંચાડી અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.