Thursday, November 14, 2024
HomeGujaratટંકારાની ૧૬ વર્ષથી પડતર માંગણી પુરી કરતા નવનિયુકત ધારાસભ્ય:સરકારી દવાખાનામાં એમડી ની...

ટંકારાની ૧૬ વર્ષથી પડતર માંગણી પુરી કરતા નવનિયુકત ધારાસભ્ય:સરકારી દવાખાનામાં એમડી ની નિમણુંક કરાઈ

માંદગીના બિછાને પડેલા ટંકારાના સરકારી દવાખાનામાં એમડી ડોક્ટરની નિમણુંક માટે લાંબા સમયથી પડતર માંગને અંતે નવનિયુક્ત ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ પૂર્ણ કરી છે અને ૧૬ વર્ષ બાદ અહીં એમડી ડોક્ટરને નિમણુંક આપવામાં આવી છે. હાલમાં ટંકારાના ખ્યાતનામ ડો.ચિખલિયાના પુત્ર ડો દિપ ચિખલિયાની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ ટંકારા તાલુકામાં સરકારી હોસ્પિટલમાં વર્ષોથી એમડી ડોક્ટર મુકવા માંગ ઉઠાવવામાં આવી હતી પરંતુ આ મામલે અત્યાર સુધીમાં નક્કર કાર્યવાહી થઈ ન હતી જો કે તાજેતરમાં ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ચૂંટાઈ આવતા જ ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમડી ડોક્ટરની નિમણુંક માટે સરકારમાં રજુઆત કરતાંની સાથે જ ૧૬ વર્ષ બાદ અહીં એમડી ડોક્ટર તરીકે ડો.દીપ ચિખલિયાને નિમણુંક આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મોરબી રોડ પર છાશવારે બનતી દુર્ઘટના સમયે ધાયલ લોકોને સારવાર અર્થે મોરબી કે રાજકોટ જવાની ફરજ પડતી અને અનેક કિસ્સામાં સમયના વેડફાટને કારણે અજૂગતા બનાવ પણ બનતા ત્યારે ભાજપના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તાત્કાલિક ટંકારાનો પ્રશ્ન હાથ ઉપર લઈ એમડી ડોક્ટરની નિમણુંક કરાવતા જ સોમવારથી ટંકારાના નાગરિકો માટે સોનાનો સૂરજ ઉગવા જેવી ખુશી જોવા મળી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!