Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના નાની વાવડી નજીક હિટ એન્ડ રન નો બનાવ: બેફામ બનેલા કારચાલક...

મોરબીના નાની વાવડી નજીક હિટ એન્ડ રન નો બનાવ: બેફામ બનેલા કારચાલક બે બાઈકને હડફેટે લઈ ફરાર

મોરબીમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક કારના ચાલકે બે બાઈકને હડફેટે લેતા બંને બાઈક સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે કાર ચાલક કાર લઈ ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી, શનાળા ૬૬ કે.વી.મોરબી BSS(GEB) કોલોની આંનદ નગરની બાજુમાં રહેતા કિરીટભાઇ નાથુભાઇ ચાવડા નામના આધેડ ગત તા.૧૪/૧૨/૨૦૨૨ના રોજ પોતાની GJ-36-AB-7585 નંબરની ઇલેક્ટ્રીક બાઇક લઇને નાની વાવડી થી મોરબી તરફ આવતા હતા. ત્યારે નાની વાવડી સ્વામીનારાયણ મંદિર પાસે પહોચતા સામેથી એક અજાણ્યો ફોર વ્હીલ ચાલક પોતાની કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી પ્રથમ સાહેદની મોટર સાઇકલ સાથે બાદ ફરિયાદીની મોટર સાઇકલ સાથે સામેથી અથાડી એક્સીડન્ટ કરતા ફરિયાદી નીચે પડતા તેને માંથામાં કપાળના ભાગે તેમજ પાછળના ભાગે અને ડાબા પગના નળાના ભાગે તેમજ થાપાના ભાગે મુંઢ ઇજાઓ પહોંચી હતી. ત્યારે આરોપી પોતાના ફોર વ્હીલ લઇ નાસી જતા સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ઇપીકો કલમ ૨૭૯, ૩૩૭, તથા એમ.વી.એક્ટ કલમ- ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!