મોરબી : દેશમાં વ્યાપાર અને વિકાસ માટે મહત્વના બોર્ડ ઓફ ટ્રેડ(BOT) સંગઠનમાં મોરબી સિરામિક એસોસિયેશન ના પૂર્વ પ્રમુખ અને યુવા ઉદ્યોગપતિ નિલેશભાઇ જેતપરિયાની નિમણૂક કરવામાં આવી છે.જેમાં ભારતનુ એકસપોટઁ વધે અને રાજસ્વમા વધારો થાય તેના માટે BOT સંગઠનની રચના ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે.તેમાં ગુજરાતમાંથી માત્ર બે ઉદ્યોગપતિ ને સ્થાન મળ્યું છે જેમાં એક અમુલ ડેરીના પ્રબંધક અને બીજા મોરબી સિરામિક ઉધોગમાથી નિલેશભાઇ જેતપરિયાની મહત્વના હોદા પર નિમણુક કરવામાં આવી છે. જેનાથી સમગ્ર મોરબીના સીરામીક ઉધોગ અને ઉધોગકારો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.