મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે સ્પેશ્યલ ડ્રાઈવે અંતર્ગત પ્રોહિબિશન અને જુગારની બદીને ડામવા ચેકીંગ હાથ ધરી હતી. અને તે દરમિયાન બાતમીનાં આધારે બે સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા કુલ 9 શકુનિઓને ઝડપી પાડ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ રેઈડમાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર નેશનલ હાઈવે રોડ રેલ્વેબ્રીજના નાલા પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી સાગરભાઈ ભુપતભાઈ ધોળકીયા (રહે.વાંકાનેર મીલપ્લોટ ડબલચાલી તા.વાંકાનેર જી.મોરબી), ભુપતભાઈ કાનાભાઈ રાતડીયા (રહે.વાંકાનેર સિપાઈશેરી નં-૨ તા.વાંકાનેર જી.મોરબી) તથા યુનુશભાઈ શરીફભાઈ કૈડા (રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી શેરી નં-૫ તા.વાંકાનેર જી.મોરબી) નામના ઈસમોને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી કુલ રોકડા રૂ.૧૨,૦૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ઘુંટુ ગામની સીમ, હરીઓમ પાર્ક સોસાયટીના ગેટ પાસે રેઈડ કરી હતી. અને સ્થળ પર જાહેરમાં ભર બપોરે તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા ઈશ્વરભાઇ ઉકાભાઇ કુરીયા (રહે, મ.નં.બી-૧૦૭ હરીઓમ પાર્ક ધુંટુ તા.જી.મોરબી મુળ વાવડી તા.ધાગંધ્ધ્રા જી.સુ.નગર), રમેશભાઇ કાનજીભાઇ જાકાસણીયા (રહે, મ.નં.એ-૫૯ હરીઓમ પાર્ક ધુંટુ તા.જી.મોરબી મુળ કેશીયા તા.જોડીયા જી.જામનગર), ચંન્દ્રકાંત મનજીભાઇ કુંડારીયા (રહે, તળાવીયા શનાળા રંગપર જવાના રસ્તે તા.જી.મોરબી), ભરતભાઇ ભુદરભાઇ કુંડારીયા (રહે, રાજનગર પંચાસર રોડ તા.જી.મોરબી મુળ નીચી માંડલ તા.જી.મોરબી), ખીમજીભાઇ મગનભાઇ દેત્રોજા (રહે, હરીઓમ પાર્ક એફ-૩ ધુંટુ તા.જી.મોરબી મુળ,નીચીમાંડલ તા.જી.મોરબી) તથા દિનેશભાઇ ટપુભાઇ રામોલીયા (રહે, હરીઓમ પાર્ક ધુંટુ ઇ-૬૭ તા.જી.મોરબી મુળ, જાવીયા માનસર તા.ધ્રોલ જી.જામનગર) નામના જુગારીઓને રોકડા રૂ.૨૯,૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.