મોરબી જિલ્લાના વાંકાનેર મોરબી જિલ્લા ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓની આઉટડોર તાલીમના અભ્યાસક્રમમાં તાલીમાર્થીઓની વાર્ષીક ફાયરીંગ વાંકાનેર બટ ખાતે તા.૧૦/૦૪/૨૦૨૧ સુધી લેવાનું થતું હોય જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારીની રૂએ કેતન પી.જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી ના આદેશ થી મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૦/૦૪/૨૦૨૧ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહિં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીની યાદીમાં જાણાવેલ છે.