Friday, December 27, 2024
HomeGujaratહવે નહિં પડે દર્દીઓને અગવડ મળશે ઘરઆંગણે સુવિધા હળવદમાં ત્રણ કોવિડ સેન્ટર...

હવે નહિં પડે દર્દીઓને અગવડ મળશે ઘરઆંગણે સુવિધા હળવદમાં ત્રણ કોવિડ સેન્ટર ચાલુ કરાશે

હળવદવાસીઓ માટે સારા સમાચાર, હળવદમાં કોવિડ સેન્ટર ચાલુ થાય તે માટેની ધારાસભ્યથી માંડી સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલી માંગ રંગ લાવી છે હળવદમાં એક સાથે ત્રણ કોવિડ સેન્ટર મંગળવારથી થશે શરૂ. હળવદનાં કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓને સારવાર માટે નહિં કરવી પડે રઝળપાટ.

- Advertisement -
- Advertisement -

હળવદમાં કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા સહીત સામાજિક કાર્યકર્તાઓએ પણ આરોગ્ય મંત્રીને અને આરોગ્ય અધિકારીઓને રજૂઆત કરી હતી જેને પગલે હળવદમાં સરકારી હોસ્પિટલમાં તેમજ હળવદ હાઈવે પર આવેલા અતિથિ ગેસ્ટ હાઉસમાં અને ચરાડવામાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવશે. મંગળવાર સુધીમાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે જોકે હળવદ હાઈવે પર આવેલ અતિથિ ગેસ્ટ હાઉસમાં ૩૦ બેડ, હળવદ સરકારી હોસ્પિટલમાં ૧૮ અને ચરાડવા ખાતે ૫૦બેડનુ કોવિડ કેર સેન્ટર નક્કી કરાયું છે જોકે હળવદ સરકારી હોસ્પિટલમાં ૧૦ બેડમાં ઓક્સિજન સાથેના નક્કી કરાયા છે જેથી જે દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો તેને ત્યાં સારવાર આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!