Tuesday, December 31, 2024
HomeGujaratકોઈની લાગણી દુભાવોનો ઈરાદો નહોતો, હું મારા શબ્દો પાછા ખેચુ છું :...

કોઈની લાગણી દુભાવોનો ઈરાદો નહોતો, હું મારા શબ્દો પાછા ખેચુ છું : ડે. સીએમ

મોરબીની ચૂંટણી સભામાં અનુસૂચિતજાતિ અંગે ઉચ્ચારેલા ગેરબંધારણીય શબ્દે નાયબ મુખ્યમંત્રીએ ફેસબુક પર પોસ્ટ મુકી ખુલાસો કર્યો

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પેટા ચૂંટણી દરમિયાન એક જાહેર સભા દરમિયાન અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કરવા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક ખુલાસો જાહેર કર્યો છે. જેમાં તેઓએ શબ્દ પાછા ખેંચવાનું જણાવ્યુ છે. અને તેમનો કોઈની લાગણી દુભાવોનો ઇરાદોના હોવાનું જણાવી સાથે સ્વ.મહેશ કનોડિયા અને સ્વ.નરેશ કનોડિયાને શ્રધાંજલિ પણ પાઠવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મોરબીમાં એક સભા દરમિયાન અનુ.જાતિ વિશે ગેરબંધારણીય શબ્દ બોલ્યા બાદ તેનો જબરો વિરોધ થયો છે. આ મુદ્દે મોરબી પોલીસમાં પણ નાયબ મુખ્યમંત્રી સામે કાર્યવાહી કરવા લેખિતમાં રજુઆત કરાઈ છે. ત્યારે આજે આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુલાસો ફેસબુક ઉપર કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે મોરબી ખાતેની જાહેર સભામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલને તથા ગુજરાતના દિગગજ ફિલ્મ અભિનેતા – સંગીતકાર- ગાયક કલાકાર – અને ભાજપના પૂર્વ સાંસદ સભ્ય તથા ધારાસભ્ય એવા સ્વ.મહેશભાઈ કનોડિયા તથા સ્વ. નરેશભાઈ કનોડિયાના ગાંધીનગરના નિવાસ સ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પિ અને ત્રણેય સ્વ. નેતાઓ માટે આદરની લાગણી વ્યક્ત કરી હતી. તેવી હકીકતના વર્ણન વખતે મારા પ્રવચનમાં જે શબ્દ પ્રયોગ મેં કર્યો હતો તે શબ્દના કારણે જે કોઈ લાગણી દુભાઈ છે તેને ધ્યાનમાં રાખી હું તે શબ્દો પાછા ખેંચુ છું. કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો ન હતો. કે હોઇ શકે પણ નહીં. સ્વ. નરેશભાઈ કનોડિયા મારા દ્રારા જ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને દરરોજ દિવસમાં બે વખત ફોન કરી હું તેઓની તબિયતના ખબર અંતર પૂછતો હતો. અને તેમના દીકરા હિતુભાઈ કનોડિયા સાથે પણ હું સતત સંપર્કમાં હતો. જે અમારો વર્ષો જૂનો સંબંધ અને સ્નેહ પ્રેમ બતાવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!