મોરબી સહિત રાજ્યભરમાં આજે બિન સચિવાલયની પરીક્ષા યોજાઈ હતી જેમાં મોરબીમાં પરીક્ષા ના શાંતિપૂર્ણ માહોલ વચ્ચે 5714 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને એકંદરે પરીક્ષા સરળ રહ્યું હોવાથી કેન્દ્ર બહાર પેપર આપી આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
ત્રણ વખત રદ થયા બાદ 3901 જગ્યા માટે બિન સચિવાલયની યોજાઈ હતી ત્યારે મોરબીમાં નોંધાયેલ 13496 પરિક્ષાર્થીઓ માંથી 5714 ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે7782 ઉમેદવારો ગેરહાજર રહયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું હતું. આમ કુલ 42.33 ટકા હાજરી અને 57.67 ટકા ગેરહાજરી વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવી હતી અને મોરબી જિલ્લામાં ચોરીનો પણ કોઈ કેસ સામે આવ્યો ન હતો.ઉલ્લેખનીય છે કે પેપર પ્રમાણમાં સરળ રહ્યું હોવાથી મેરીટ ઊંચું જવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે.