Friday, April 26, 2024
HomeGujaratજિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ : ઓટો રીક્ષામાં નામ, સરનામુ અને સંપર્ક નંબર...

જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ : ઓટો રીક્ષામાં નામ, સરનામુ અને સંપર્ક નંબર સહિતની વિગતો ડ્રાઇવર સીટ પાછળ લખવી ફરજીયાત

રીક્ષામાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ, મહિલા/બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો બનતા અટકાવવા, બનેલ બનાવને શોધી કાઢવા અને જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લા/શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ ઓટો રીક્ષાઓમાં મુસાફરો સહેલાઇથી જોઇ શકે તે રીતે ચાલકની સીટની પાછળના ભાગે-રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર, વાહન ચાલકનું નામ સરનામુ, સંપર્ક નંબર ફરજીયાત લખવા અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જાહેરનામા અનુસાર મોરબી જિલ્લા/શહેર વિસ્તારમાં ઓટો રીક્ષા ફેરવી ધંધો કરતા વાહન ચાલકે પોતાની રીક્ષામાં ડ્રાઇવરની શીટની પાછળના ભાગે પતરા અથવા એક્રેલીક (પ્લાસ્ટીક) ના સફેદ કલરના બોર્ડ ઉપર લાલ રંગની બોર્ડર અને લાલ કલરના અક્ષરોમાં વાહન નંબર, વાહન ચાલકનું નામ, સરનામુ, સંપર્ક નંબર તેમજ આપાતકાલીન સંપર્ક નંબર તેમજ મોરબી પોલીસ કંટ્રોલના નંબરો સ્પષ્ટ વાંચી શકાય તે રીતે ફરજીયાત લખવા જણાવવામાં આવ્યું છે. આ હુકમના ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ શિક્ષા કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!