Sunday, December 29, 2024
HomeGujaratજીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું : વાંકાનેરમાં રથયાત્રા રૂટ પર કર્ફ્યુ

જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું : વાંકાનેરમાં રથયાત્રા રૂટ પર કર્ફ્યુ

રાજ્ય સરકારની માર્ગદર્શિકા ધ્યાને લઇ મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા વાંકાનેરની રથયાત્રા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વાંકાનેર શહેર વિસ્તારમાં વાંકાનેર શહેરના ગ્રીન ચોક વિસ્તાર, ગ્રીન ચોકથી એસ.પી. પાન સુધી, એસ.પી. પાનથી વાઢા લીમડા, વાઢા લીમડાથી જીનપર જકાતનાકા, મીલ પ્લોટ મેઇન રોડથી મચ્છુ માંના મંદિર સુધી તેમજ મંદિરની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં તા. ૧૨ના રોજ સવારના ૧૨ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવામાં આવેલ છે. રથયાત્રા દરમ્યાન જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ કોરોનાના પ્રોટોકોલની અન્ય સંબંધિત જોગવાઇઓ પાળવાની રહેશે. આ જાહેરનામાના હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાકીય જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!