કુખ્યાત અમીના બાનુ અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ્સ ડીલર છે અને ૧૦૦ જેટલા ડ્રગ્સ પેડલરોની ચેઈન ધરાવે છે.
અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સ સાથે કુખ્યાત મહિલા ડ્રગ ડીલર અને તેના સાગરિતની ધરપકડ કરી છે. અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચ દ્વારા આ ઘટનામાં કુખ્યાત અમીનાબાનુ અને તેના સાગરીતોને કાલુપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. અગાઉ બ્રાઉન સુગરના કેસમાં અમિના બાનુ દસ વર્ષની સજા ભોગવી ચૂકી છે. અમીના બાનુ અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ્સ ડીલર છે અને ૧૦૦ જેટલા ડ્રગ્સ પેડલરોની ચેઈન ધરાવે છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના માર્ગદર્શનના આધારે PI એસ.એ.ગોહિલના સ્કોડના માણસોને બાતમી મળી હતી કે, વાણીયા શેરીના નાકે જાહેરમાં NDPSના કેસમાં સજા કાપી અમીનાબાનુ ઉર્ફે ડોન નશીલા પદાર્થ વેચી રહી છે. જે હકીકતના આધારે અધિકારીઓએ રેડ નાખતા અમીનાબાનુ તથા તેનો સાગરીત સમીરઉદીન ઉર્ફે બોન્ડ સઓ રિયાજઉદીન શેખ MD ડ્રગ્સ વેંચતા ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રૂ.3,13,100/-નો MD ડ્રગ્સનો જથ્થો તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ કિ.રૂ. 3,31,000/- ના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યા છે. તેમજ પોલીસે એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ