રાજ્યના સ્ટેમ્પ અને નોંધણી ભવન દ્વારા તા. 10/3/2022 ના રોજ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા અનુસાર હવે દસ્તાવેજનું ટોકન લઈ અરજદાર દ્વારા તે દિવસે દસ્તાવેજ રજીસ્ટર કરાવવામાં નહિ આવે તો જે દિવસનું ટોકન આપવામાં આવ્યું હોય તે દિવસના એક અઠવાડિયા બાદ જ ફરીથી ટોકન લઈ શકશો. અને તે પણ જેટલા દિવસ બાદ નું ટોકન મળતું હશે તે દિવસનું જ ટોકન લઈ શકાશે. જે ની અમલવારી અને સબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે.
પરિપત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં અરજદારો દ્વારા મેળવવામાં આવેલ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ અનુસાર દસ્તાવેજ નોંધણી માટે રજુ કરવામાં ના આવે તો આ એપોઇન્ટમેન્ટ તે દિવસે સાંજે અપોઆપ અનબ્લોક થાય છે. જેને આ ટોકન ખાલી રહે છે જેનો અન્ય અરજદારો લાભ લઇ શકતા નથી આથી જરૂરીયાતવાળા અરજદારોને એપોઈન્ટમેન્ટ મળી શકતી નથી. આ દિશામાં વિચારણા બાદ અરજદાર દ્વારા મેળવવામાં આવેલ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ જે ટોકન હવેથી એક અઠવાડીયા બાદ જ અનબ્લોક થાય તે મુજબની વ્યવસ્થા શરૂ કરવામાં આવે છે આ અંગે અરજદારો અને પક્ષકારઓ જોઇ શકે તે રીતે કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવા પણ સબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે.