મોરબી સહિત સમગ્ર ગુજરાતના દરિયા કાંઠે બીપરજોય વાવાઝોડાના ખતરા ને લઈને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ NDRF અને SDRF ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે તેમજ દરિયા કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રાજયસરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે.
તેવામાં મોરબી ના નવલખી બંદર ખાતે ગઇકાલે એક નંબરનું સિગ્નલ લગાવાયું હતું અને જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ વહીવટી તંત્ર પણ જરૂરી પગલાં લઈ રહ્યું છે જેથી આજે વાવાઝોડા નો ખતરો વધત્તા મોરબીના નવલખી બંદર ખાતે ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને હાલમાં મોરબી જિલ્લાના માછીમારો ને દરિયો ન ખેડવા અને કોઈ પણ વ્યક્તિને દરિયાની નજીક ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે ત્યારે મોરબીના નવલખી પોર્ટ નુ તંત્ર પણ સાબદુ થઈ ગયું છે અને જેમ જેમ વાવાઝોડું નજીક આવશે કડક પ્રતિબંધો લાદવામાં આવશે.