ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયા ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના તમામ કેન્દ્રો ઉપર ૨૧ માર્ચ 2020 થી ૪ એપ્રિલ 2022 સુધી પોષણ પખવાડિયુ ઉજવણીનો કાર્યક્રમ ચાલુ હોય જે અંતર્ગત તા. 21 તા. 27 સુધી આંગણવાડી ઉપર નોંધાયેલા બાળકોનું વજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તા.28 થી અલગ-અલગ દિવસોએ ચાર તારીખ સુધી આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવશે જે અંતર્ગત 30 તારીખે સગર્ભા ધાત્રી અને કિશોરીને એનિમિયા નિવારણ આયોજન કરવામાં આવેલ જે બાબતે તેઓને આ બાબત સમજણ આપવામાં પણ આવી હતી આગામી દિવસોમાં વાનગી હરીફાઈ તેમજ શાળાના બાળકોને એનિમિયાની સારવાર બાબતે સારવાર અને એનિમિયા અટકાયત બાબતે કાર્યક્રમ રાખવામાં આવશે આ કાર્યક્રમ અંતર્ગત હળવદ તાલુકાની 135 આંગણવાડી કેન્દ્ર ઉપર અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે.