Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી કલેકટર કચેરીમાં આતંકવાદ વિરોધી દિન નિમિત્તે શપથ લેવાયા

મોરબી કલેકટર કચેરીમાં આતંકવાદ વિરોધી દિન નિમિત્તે શપથ લેવાયા

જિલ્લા અધિક કલેક્ટરશ્રી કેતન જોશી દ્વારા કર્મચારીઓને શપથ લેવડાવાયા

- Advertisement -
- Advertisement -

દર વર્ષે સમગ્ર દેશમાં ર૧ મે ના દિવસે આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે તે અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા શપથ લેવાયા હતા.

આતંકવાદ વિરોધી દિન નિમિત્તે તમામ સરકારી-જાહેર ક્ષેત્રની કચેરીઓમાં આતંકવાદ અને હિંસાનો પૂરી તાકાતથી વિરોધ કરવા માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તેમજ માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો અને વિઘટનકારી શક્તિઓ સામે લડવા માટે એકજુથ બનીને શપથ પણ લેવડાવવામાં આવે છે.

આજરોજ મોરબી જિલ્લા અધિક કલેક્ટરશ્રી કેતન જોશીના અધ્યક્ષસ્થાને કોન્ફરન્સ હોલમાં સોશ્યિલ ડિસટન્સના નિયમોનું પાલન કરી અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ લેવાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!