માળીયા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે તાલુકા કક્ષાના અધિકારી/કર્મચારીઓને ફરજ સોંપાઈ
હવામાન વિભાગ દ્વારા તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. વાવાઝોડા સંદર્ભે જિલ્લા કક્ષાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરજ બજાવવા માટે મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આઈ.પી. મેર, હળવદ પ્રાંત અધિકારી એચ.કે. આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, જિલ્લા આયોજન અધિકારી જીગ્નેશભાઈ બગીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, મોરબી જિલ્લા ઉધોગ કેન્દ્ર મેનેજર કે.વી.મોરી, કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન (પંચાયત), એ.એન. ચૌધરી વગેરેને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરજ બજાવવાની રહેશે.
ઉપરાંત માળીયા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતેનાયબ મામલતદાર એચ.જી.મારવણીયા, બી.એમ.સોલંકી જે.સી. પટેલ, પી.બી.ત્રિવેદી તથા ક્લાર્ક એસ.વાય.પડસુંબિયા, એસ.બી.મકવાણા, એન.ડી.પટેલ, બી.પી.પટેલ અને તલાટી સી.જે.વડસોલા,શ્રી વી.એ.ઝાંટીયા, એલ.એસ.ઠાકર, આર.એન. સોલંકી, એલ.બી.સોઢીયા વગેરેને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને દર બે કલાકના વરસાદના આંકડા જિલ્લા કંટ્રોલરૂમમાં ચોકસાઈ પૂર્વક નોંધાવવા તથા તાલુકામાં કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમમાં અચુક જાણ કરવાની રહેશે.