હળવદ ધ્રાંગધ્રા સ્ટેટ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એસ્ટ્રોન પેપરમિલ નજીક રોંગ સાઈડમાં આવતી કારના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઇજા થવા પામી હતી.
હળવદ પોલીસ મથકથી 10 કિમિ દૂર આવેલ એસ્ટ્રોન પેપરમીલ નજીક ફોર ટ્રેક રોડ ઉપર રોંગ સાઇડમા આવતી કાર રજી. નં. GJ-36-L-9336 ના ચાલકે HF DAWN બાઈક રજી નં. GJ-13-LL-4297ના ચાલક અજીતભાઇ કેહરભાઇ રાઠોડ (ઉ.વ.૪૨ રહે. ઘનશ્યામપુર નવાપ્લોટ વિસ્તાર તા હળવદ જી.મોરબી)ની બાઇકને ઠોકરે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અજિતભાઈને ડાબા પગે સહિતના શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી આથી તેઓએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.