Friday, March 29, 2024
HomeGujaratમોરબી આઇ.ટી.આઇ દ્વારા વર્ચ્યુઅલ ભરતી મેળાનું આયોજન

મોરબી આઇ.ટી.આઇ દ્વારા વર્ચ્યુઅલ ભરતી મેળાનું આયોજન

મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (Industrial Training Institute – ITI) દ્વારા વર્ચ્યુઅલ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં કુલ 114 ખાલી જગ્યાઓ પર ફ્રેશર તથા અનુભવી ઉમેદવારો અરજી કરી શકશે. નોકરી મેળવનારને સરકારના નિયમોનુસાર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

B.E., GREDUATE, DIPLOMA, ITI, WELDER, FITTER, ELECTRICIAN, WIREMAN, COPA, MMV, EM, PLUMBER, કોર્ષ કરેલ ઉમેદવારો માટે આગામી તા. ૭મી ડિસેમ્બરના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ઓનલાઇન ઇન્ટરવ્યુ યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ https://meet.google.com/orf-vzje-xyc લીંક દ્વારા ગુગલ મીટના માધ્યમથી જોડાવાનું રેહશે. વધુ માહિતી માટે મો.નં. ૯૬૦૧૧ ૦૦૬૩૮, ૭૦૧૬૬ ૩૯૪૫૧ પર સંપર્ક કરવા આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!