Wednesday, December 25, 2024
HomeGujaratમોરબીમાં પિતાની વાર્ષિક પુણ્યતિથિએ દીકરીએ અનેક સેવાના પ્રકલ્પો કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ

મોરબીમાં પિતાની વાર્ષિક પુણ્યતિથિએ દીકરીએ અનેક સેવાના પ્રકલ્પો કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ

મોરબીમાં પિતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપવા માટે દિકરીએ પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વિવિધ સેવા પ્રકલ્પો યોજી પિતાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જે દીકરીના સેવાકાર્યો નિહાળી સમાજે પણ દિકરીના કાર્યને બિરદાવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે તેમના પિતા સ્વર્ગસ્થ નરભેરામભાઇ મોહનભાઈ ઉઘરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે રક્તદાનનું આયોજન કર્યું હતું જેમાં 108 બોટલ રક્ત એકત્રિત થઈ હતી. સાથે જ ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંજના સમયે સમગ્ર દેરાળા ગામને ધુવાણા બંધ જમણવારનું તથા રાત્રે ધુન-ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દીકરી હેતલબેને પિતાના સ્મરણાર્થે શબવાહિની સેવામાં આપી હતી. અને મોરબી તથા મોરબીના આસપાસના ગામના લોકોને જરૂરિયાત હોય તેમને આ શબવાહિની સેવામાં આપવામાં આવશે. જેના માટે મો. 95860 52226 પર સંપર્ક કરી શકાશે તેમ પણ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!