મોરબી: જીવનની ઢળતી સંધ્યા આવે એટલે વૃદ્ધો માળા જપીને રામનું નામ લેતા હોય છે. પણ કેટલાક વૃદ્ધો જીવનની ઢળતી સંધ્યાએ રામનામને બદલે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. જેમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રનગર શીતળા માતાજીના મંદિર નજીકથી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા કુંવરજીભાઇ વશરામભાઇ કાવર, ઉ.વ. 60, મનસુખભાઇ મહાદેવભાઇ કાલરીયા, ઉ.વ.62 અને શિવાભાઇ પોપટભાઇ ફેફર ઉ.60ને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 5,500 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.