મોરબી : મોરબી અને વાંકાનેરમાં આડેધડ રીક્ષા ચલાવી મનપડે ત્યારે કાવા મારી લેતા દોઢ ડઝન રીક્ષા ચાલકો સહીત અન્ય 20 વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.
મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરી રહેલા ધૂમ સ્ટાઇલ બાઈકર્સ અને નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવાની સાથે મન પડે ત્યારે કાવા મારી આડેધડ રીક્ષા ઉભી રાખનાર મોરબી વાંકાનેરના દોઢ ડઝન રીક્ષા ચાલકો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો મુજબ કડક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વિશાભાઇ મેરાભાઇ પીપળીયા, યુસુફભાઇ રસુલભાઇ કટીયા, મોનુભાઇ ઇશ્વરભાઇ શર્મા, પિન્ટુભાઇ રામસીંગભાઇ ઉઘરેજીયા, જાવિદસાહ અબ્બાસાહ શામદાર, સવશીભાઇ મોહનભાઇ કારેલીયા, અફઝલ સલીમભાઇ શાહમદાર, અનીલભાઇ ચંદુભાઇ બથવાર, અસલમભાઇ હુશેનભાઇ કુરેશી, સાગરભાઇ ધિરજલાલ જેસાણિ, અશ્વીનભાઇ અશોકભાઇ અગ્રાવત, વિક્કીભાઇ દયાનંદભાઇ નાવાણી, હર્શદભાઇ બીપીનભાઇ ગોહેલ, સેલાભાઇ ગોવીંદભાઇ સરૈયા, હકાભાઇ મસાભાઇ જાપડા, સબીરભાઈ નિઝામભાઈ પઠાણ, સલીમભાઈ અબ્દુલભાઈ રફાઈ, લાખાભાઈ મનજીભાઈ કુંઢીયા, અશોકભાઈ રામજીભાઈ ડાભી, રમેશભાઇ ઠાકરશીભાઇ ડાભી વગેરે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.