સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે શ્રાવણ માસનો વિરામ થયો હતો. અને શ્રાવણીયા જુગારનાં મોસમનો અંત આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ પર પોલીસે પણ કમર કાશી હતી અને ટીકર ગામે શ્રાવણીયો જુગાર રમાતા પાંચની ધરપકડ કરી હતી. જો કે, ત્રણ શખ્સો ફરાર થવા સફળ થયા હતા.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતું. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ટીકર ગામ તરફથી જુના ઘાંટીલા જવાના રોડ પર આવેલ લખીહર તળાવના કાંઠે જાહેરમાં અમુક લોકો ટોળું વાળી જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી જુગાર રમતા ઘનશ્યામ ચતુરભાઈ રંભાણી, રેશ ભીખાભાઈ ઝીંઝુવાડીયા, હમીર લાભુભાઈ મહાલીયા, ઈશ્વરજી રતુજીભાઈ અંબારીયા અને કમલેશ માત્રાભાઈ સોરીયા ઝડપાયા હતા. જયારે ચંદુ માંડણભાઈ રંભાણી, નિલેશ ઘનશ્યામભાઈ કોળી અને અમર ઉર્ફે મુન્નો ચંદુભાઈ સુરેલા નામના શખ્સો ફરાર થઈ ગયા હતા. તેમજ પોલીસે સ્થળ પરથી ૧૭,૭૦૦/- રોકડ સહીત મોબાઈલ અને બાઈક મળી કુલ રૂ.૬૨,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને ફરાર આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ તેમાં વિરુદ્ધ હળવદ પોલીસે જુ.ધા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.