Sunday, May 19, 2024
HomeGujaratમાળીયા(મી) ના મંદરકી ગામ પાસે જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા

માળીયા(મી) ના મંદરકી ગામ પાસે જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા

મોરબી શહેર અને જિલ્લામાં જુગારના હાટડા હજુ પણ ચાલી રહ્યા છે, જેની સામે પોલીસ તંત્રની દોડધામ પણ આવીરત ચાલુ રહી છે. ગઈકાલે રાત્રે માળીયામીં પોલીસે જુગાર અંગે દૂરજુના ઘાટીલા થી મંદરકી ગામ જવાના રસ્તે દરોડા પાડી ત્રણ પત્તા પ્રેમીઓની ધરપકડ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયામીં પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, દૂરજુના ઘાટીલા થી મંદરકી ગામ જવાના રસ્તે મહાદેવના મંદીર પાસે લીંબડાના ઝાડ નીચે અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી જુગાર રમતા સંતોષ રાજુભાઇ દુદાણા, હસમુખ ભાહદુરભાઇ દુદાણા ને ચંદુ અમરશીભાઇ દુદાણા નામના શખ્સો ઝડપાયા હતા. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા-૮૬૪૦/- તથા અલગ અલગ કંપનીના ત્રણ મોબાઇલ મળી કુલ કુલ કિ.રૂ. ૧૩,૧૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!