Monday, November 25, 2024
HomeGujaratમોરબી જીલ્લામાંથી વર્ષના અંતિમ દિવસે વિવિધ કલમો હેઠળ મોરબી જિલ્લામાંથી 14 વાહનો...

મોરબી જીલ્લામાંથી વર્ષના અંતિમ દિવસે વિવિધ કલમો હેઠળ મોરબી જિલ્લામાંથી 14 વાહનો ડિટેઇન કરાયા.

મોરબી બી.ડીવીઝન પોલીસે મહેન્દ્રનગર પાસે લોકોને અડચણરૂપ થતી એક ફ્રૂટની રેંકડી કબ્જે કર્યા બાદ માળીયા ફાટક પાસે લાલબાગ નજીકથી 1 સીએનજી રીક્ષા, માળીયા ફાટક નજીક સર્વિસરોડ પરથી 2 સીએનજી રીક્ષા, 1 ડમ્પર, ત્રાજપર ચોકડી પાસેથી રોંગસાઈડમાં જઈ રહેલો 1 ટ્રક ડિટેઇન કરાયો હતો. જ્યારે નટરાજ ફાટક પાસે રોંગસાઈડમાં જઈ રહેલી 1 ઇકો કાર ડિટેઇન કરવાની કાર્યવાહી દરમ્યાન ચાલકે કેફીપીણું પીધું હોય એ અંગેનો અલગથી કેસ કરી કાર ડિટેઇન કરાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસના વિસ્તારમાં ઘુંટુ ગામ પાસે બાપાસીતારામ મઢુંલી નજીકથી આઈ.20 કાર ચાલકને નશાયુક્ત હાલતમાં કાર ચલાવવા બદલ અને એક બાઇક ચાલકને રોંગસાઈડમાં ઓવરસ્પીડથી બાઇક ચલાવવા બદલ રોકી કેસ કરવામાં આવ્યો હતો અને ઉક્ત બન્ને વાહનો ડિટેઇન કરાયા હતા. જ્યારે ટંકારાના નગરનાકા પાસેથી ટોયટો કારમાં વધુ પેસેન્જર બેસાડીને નીકળતા કારચાલક સામે તથા લાલપર ચોકડી પાસે પુરપાટ વેગે આઈ.20 કાર લઈને નીકળતા કાર ચાલક સામે દારૂ પીને કાર ચલાવવા બદલ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાર ડિટેઇન કરાઈ હતી.

વાંકાનેર તાલુકામાં મેસરિયા બસસ્ટેન્ડ પાસેથી ત્રણ કરતા વધુ પેસેન્જર બેસાડીને નીકળતા ઇકો કારચાલક સામે ગુન્હો નોંધી કાર કબ્જે કરાઈ હતી. તો, માળીયા મી.માં વાગડીયા ઝાંપા પાસેથી 2 સીએનજી રિક્ષાઓ ડિટેઇન કરાઈ હતી. આમ 2020ના અંતિમ 24 કલાક દરમ્યાન પોલીસે વિવિધ કલમો હેઠળ 14 વાહનો અને એક રેંકડી ડિટેઇન કરી હતી જો અન્ય કોઈ ગંભીર બનાવો ન બનતા છેલ્લો દિવસ મોરબી માટે શાંતિપૂર્ણ રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!