Friday, December 27, 2024
HomeGujaratમોરબી-વાંકાનેર હાઇવે ઉપર ડમ્પરે ટ્રકને ઠોકર મારતા એકનું મોત, ફરિયાદ નોંધાઈ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ડમ્પરે ટ્રકને ઠોકર મારતા એકનું મોત, ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોહમંદખાન જુમેખાન શેખ (ઉ.વ.૪૬, ધંધો ડ્રાઇવીંગ, રહે.બજરંગ ઘોરા પુગલ રોડ બીકાનેર રાજસ્થાન મુળ ગામ બરજુ તા.પુગલ જી.બીકાનેર રાજસ્થાન)એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫નાં રોજ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વિશાલ ફર્નિચર સામે પીળા રંગના ડમ્પર ટ્રક રજી.નં. જીજે-૩૬-ટી-૫૫૪૫ વાળાના ચાલકે ટ્રકને ઠોકર મારતા ટ્રક ચાલક ફરિયાદી મોહમંદખાન જુમેખાન શેખને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે તેમના મામાના દીકરા મુનસબઅલી ખાનને માથા તથા પગે ગંભીર ઇજાઓ પહોચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. ડમ્પરચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!