મોરબી-માળીયા(મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી અને માળીયા(મીં) વિસ્તારમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે અનેક જેટલા જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેમાં મોરબી તાલુકાનાં વીરપરડા ગામે મહાવીરસિંહ જાડેજા પરિવાર આયોજીત માધવાનંદજી બાપુના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારબાદ મોટા દહિંસરા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ અને માળીયા (મીં) તાલુકા ભાજપ પ્રમુખ મણિભાઇ સરડવા અને તાલુકા મહામંત્રી મનીષભાઇ કાંજીયા સાથે ૫મી ઓગષ્ટના ખેડૂતલક્ષી કાર્યક્રમો અંગે ચર્ચા કરી હતી. વવાણિયા ખાતે રામબાઈ માંના મંદિરે તેમજ શ્રીમદ રાજચંદ્રના જન્મભૂમિ સ્થળે જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા સાથે મહંત જગ્ગનાથ બાપુનું સન્માન કર્યું હતું. માં રામબાઇની જગ્યામાં મોરબી-માળીયા (મીં)ના આહીર સમાજના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો નું ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે સન્માન કરાયું હતું. વવાણિયાના ભંડારી દાદાના મંદિરે યુવક અગ્રણી સંજયભાઈ આદ્રોજાના ધ્વજારોહણના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહંત લાભશંકરજીનું સન્માન કર્યું હતું, સરપંચ અશ્વિનસિંહજી પરમાર તેમજ લક્ષ્મીવાસના સરપંચ જયદીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ખોખરા હનુમાનજીના મંદિરે કંકેશ્વરી દેવીનું સન્માન કર્યું હતું. આ તકે ભરતનગર સહકારી મંડળીના પ્રમુખ નવીનભાઈ ફેફર તેમજ કેન્દ્રિય પૂર્વ મંત્રી વિજય વર્ગીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. રામધન આશ્રમે મહંત ભાવેશ્વરી બહેનનું પણ ગુરુ પૂર્ણિમા નિમિતે સન્માન કર્યું હતું. મોરબીના સામા કાંઠે વિદ્યુત નગર પાસે કોળી ઠાકોર સમાજના પ્રેરક સંત વેલનાથજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને યજ્ઞમાં અગ્રણી સુરેશભાઇ શીરોહિયા અને મનુભાઇ ઉપાશરિયા સાથે જોડાયા હતા. શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા આશ્રમમાં મહંત નિરંજન બાપુનું પણ ધારાસભ્યએ સાલ ઓઢાળી સન્માન કર્યું હતું. મોરબીના શ્રીજી હોલમાં સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયાના પ્રમુખ સ્થાને અને પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ મોરબી તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ અને મોરબી – માળીયા (મીં) કો ઓપેરેટિવ પ્રોસેસિંગ સોસાયટીના કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા ખાસ ઉપસ્થિત રહી સહકારી પ્રવૃતિએ ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટેનો રામબાણ ઈલાજ હોવાનું જણાવ્યુ હતું. આમ, બ્રિજેશ મેરજા જુદા – જુદા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.