Wednesday, May 8, 2024
HomeGujaratહળવદ સમલી જવાના રસ્તે રાય ના કૂચ્ચા માંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

હળવદ સમલી જવાના રસ્તે રાય ના કૂચ્ચા માંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

હળવદ તાલુકા પોલીસ દ્વારા હળવદના ચરાડવા ગામ થી સમલી જવાના રસ્તા પર આવેલ એક સીમ માંથી વિદેશીદારૂ નો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.ત્યારે બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને એકની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે હળવદ તાલુકાના ચરાડવા ગામ થી સમલી જવાના રસ્તા પર આવેલ પંચાસર નામની સીમમાં ખરાબાની જમીનમાં રસીના કુચ્ચા ના ઢગલામાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હોઈ ત્યારે પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ ને સ્થળ પરથી વિદેશી દારૂની ૨૩ પેટીઓ એટલે કે ૨૭૬ વિદેશી દારૂની બોટલો કી.રૂ.૮૨,૮૦૦/- મળી આવ્યો હતો ઉપરાંત એક મોબાઈલ કી.રૂ.૫૦૦૦/- આમ કુલ ૮૭,૮૦૦ ની મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ ને સ્થળ પરથી આરોપી બાબુભાઈ દાદુભાઈ સાનિયા (ઉ.વ.૨૪),મહેશભાઈ આત્મારામભાઈ માકાસણા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. અને ગુન્હામાં સંડોવાયેલ અન્ય એક આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!