હળવદ તાલુકાના માનગઢ ગામની કોબાવાળી સીમમાંથી આરોપીએ વેચાણઅર્થે રાખેલ 48 બોટલ વિદેશી દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી લીધો હતો. આ ગુન્હામા આરોપી પરિસ્થિતિ પારખી ફરાર થઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત મોરબી તાલુકાના મકનસર ખાતેથી પોલીસે 12 બોટલ દારૂ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસને દારૂ અંગે બાતમી મળતા પોલીસે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેતા આરોપી મેહુલભાઇ લાભુભાઇ કોળીએ પોતાની માનગઢ ગામની કોબાવાળી તરીકે ઓળખાતી સીમમાં રેઇડ કરી હતી. આ રેઇડ દરમિયાન આરોપી મેહુલે વેચાણ કરવાના ઇરાદે રાખેલ McDowell’s No.1 કંપની ૪૮ બોટલ દારૂ કિ.રૂા. ૧૪,૪૦૦ નો મુદામાલ ઝડપાયો હતો.જેમાં ગુન્હાનો આરોપી હજાર ન મળતા પોલીસે આરોપી મેહુલ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં પ્રોહીબિશન અંગેના અન્ય એક કેસમાં મકનસર ગામની સીમમાં આવેલ શક્તિસિંહ મહિપતસિંહ ઝાલાના ઇન્ટોના ભઠ્ઠા પાસેની બાવળની કાંટમાં આરોપી આદીપ ઉર્ફે કાનો સવજીભાઇ થરેશા (ઉ.વ.૧૯) એ વેચવાના ઇરાદે રાખેલ મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કીની ૧૨ કિં.રૂ.૪,૫૦૦ નો મુદામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. મોરબી તાલુકા પોલીસે પ્રોહી. એકટ કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ આરોપી આદીપ ઉર્ફે કાનો થરેશાને ઝડપી લઈ કોરોના ટેસ્ટ કરાવવા સહિતની કામગીરી હાથ ધરી છે.