Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી શહેરના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પતાપ્રેમીઓને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સ્ટાફે દબોચી લઇ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાતીપ્લોટ શેરીનં.૩/૪ વચ્ચે જાહેરમાં જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતાં સ્ટાફ બાતમી સ્થળે દોડી ગયો હતો જ્યાં જુગાર રમતા હાજીભાઇ જુમાભાઇ પીલુડીયા (ઉ.વ.૫૭ રહે.મોરબી જોન્શનગર -૨), પ્રવીણભાઇ માવજીભાઇ મકવાણા (ઉ.વ.૪૦ રહે.મોરબી જેલ રોડ વણકરવાસ શેરીનં.૫) તથા ઓસમાણભાઇ હુશેનભાઇ લોલાડીયા (ઉ.વ.૬૦ રહે.મોરબીસ લાતીપ્લોટ શેરીનં.૪)ને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓના કબજામાંથી રોકડા રૂ. રૂ.૧૧,૨૦૦ નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ હેઠળ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!