Friday, January 17, 2025
HomeGujaratમાળીયા(મી)હાઇવે પરથી દારૂ બિયર ના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો:એકનું નામ ખુલ્યું

માળીયા(મી)હાઇવે પરથી દારૂ બિયર ના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો:એકનું નામ ખુલ્યું

માળીયા મિયાણા પોલીસ સ્ટેશન થી પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયા પોલીસ ને બાતમી મળી હતી કે GJ 21 M 6686 નમ્બર ની ઇનોવા કારમાં દારૂ બિયર ના જથ્થા સાથે એક શખ્સ કચ્છ થી માળીયા તરફ આવી રહ્યો છે. જેને પગલે માળીયા પોલીસ દ્વારા માળીયા કચ્છ નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી અને એ દરમિયાન દારૂ બિયરના જથ્થા સાથે ઉપરોક્ત નમ્બર વળી ઇનોવા નીકળતા તેને અટકાવી ને તલાશી લેતા દારૂની ૧૨૦ બોટલ અને બિયર ના ૬૭૨ ટીન મળી આવતા કાર ચાલક મયુરસિંહ ભરતસિંહ રાઠોડ (રહે.સુખપર તા.હળવદ)વાળાની દારૂ બિયરનો જથ્થો કુલ કી. રૂ.૧,૨૭,૨૦૦ ઇનોવા કાર કી.૩૦૦૦૦૦ તથા એક એન્ડ્રોઇડ મોબાઈલ કી.રૂ. ૨૦૦૦૦ મળી કુલ ૪,૪૭,૨૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

 

ઉપરોક્ત ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ માં અન્ય એક શખ્સ રવિ પટેલ નું નામ ખુલતા તેને પણ ઝડપી લેવા માળીયા(મી.) પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!