હળવદ તાલુકાના ડુંગરપુર ગામે આરોપીએ ઈંગ્લીશ દારૂના વેચાણ અર્થે પોતાની દુકાનની આજુબાજુમાં દારૂ રાખતો હોવાની મળેલ બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા, જ્યાં સ્થળ ઉપરથી વોડકાની ૯ નંગ બોટલ કિ.રૂ.૫,૪૦૦/- મળી આવી હતી જેથી હળવદ પોલીસે આરોપી વિક્રમભાઈ ગોરધનભાઇ વિઠ્ઠલાપરા ઉવ.૩૧ વાળાની અટકાયત કરી હતી. પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ વિદેશી દારૂ અન્ય આરોપી સુરેશભાઈ ઘોઘાભાઈ જેતપરા રહે. માથક ગામ તા.હળવદ વાળા પાસેથી આ વિદેશી દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






