Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબીમાં હળવદ રોડ, સબરી હોટલ પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે એકને પકડયો

મોરબીમાં હળવદ રોડ, સબરી હોટલ પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે એકને પકડયો

મોરબી હળવદ રોડ, સબરી હોટલ પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે એકને પકડી પાડતી મોરબી બી ડિવિઝન પોલીસ

- Advertisement -
- Advertisement -

હાલ વિધાનસભા પેટા ચુંટણી અનુસંધાને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના મુજબ ડિવાઇએસપી રાધીકા ભારાઈ, પોલીસ ઈન્સપેકટર આઈ. એમ. કોંઢીયા નાં માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેકટર આર. બી. ટાપરીયા, પોલીસ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ અમ્રુતભાઈ, પોલીસ કોન૫ રમેશભાઈ રાયધનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ દિલીપભાઈ સહિતનાંઓએ ખાનગી બાતમીરાહે મોરબી હળવદ રોડ, સબરી હોટલ પાસેથી જયદીપભાઈ ભરતભાઈ કરથીયા (ઉ.વ.૩૦) રહે. મોરબી ગ્રીન ચોક, કંસારા શેરી વાળાને એક ગેરકાયદેસર દેશી તમંચા કિ.રૂ. ૫૦૦૦/- સાથે પકડી પાડી આર્મ એક્ટની કલમો મુજબ જાહેરનામાનાં ભંગનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!