મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં રેડ કરી આરોપી જયેશ જગદીશભાઈ પરમાર (ઉ.વ.૨૬ ધંધો ટ્રક ડ્રાઈવર રહે.વિપુલનગર શિવમ હોસ્પિટલ પાછળ ઇન્દીરાનગર) વાળાને મકાનમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મિલીની અલગ અલગ બ્રાન્ડની ૨૪ બોટલ કી. રૂ.૧૩,૮૦૦ અને બિયરના ૦૮ ટીન કી. રૂ.૮૦૦ મળી કુલ રૂ.૧૪,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના સાયન્ટિફિક રોડ પરથી વરલીના આંકડા લેતો એક શખ્સ ઝડપાયો
મોરબી શહેરના સાયન્ટિફિક રોડ પર આવેલ શિવ સોસાયટીના નાકા પાસેથી આરોપી મહમદ મુસાભાઈ ભટ્ટી (ઉ.વ.૩૭ રહે.શિવ સોસાયટી સીધી શેરી સાયન્ટિફિક રોડ મોરબી) વાળાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વરલીના આંકડા લખતા રોકડ રકમ રૂ.૧૬૪૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.