Wednesday, October 30, 2024
HomeNewsMorbiમોરબીના શનાળા રોડ પર સત્યમપાન વાળી શેરીમાં રહેણાંક મકાનમાં સટ્ટો રમતા એક પકડાયો

મોરબીના શનાળા રોડ પર સત્યમપાન વાળી શેરીમાં રહેણાંક મકાનમાં સટ્ટો રમતા એક પકડાયો

મોરબીના શનાળા રોડ પર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલ એક શખ્સને રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ પર આવેલ સત્યમપાન વાળી શેરીમાં રહેતો આનંદભાઈ જનકભાઈ પંડ્યા પોતાના રહેણાંક મકાનમાં મોબાઈલમાં લાઈવ સ્કોર જોઈ આઈપીએલ મેચ કોલકતા નાઈટ રાઈડર તથા રાજસ્થાન રોયલ્સની મેચપર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે રાજકોટ રેંજ સાઈબર ક્રાઈમની ટીમે દરોડો પાડીત્યાંથી આરોપી આનંદભાઈ જનકભાઈ પંડ્યાને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ નંગ-૧ કીમતરૂ.૫૦૦, સોદા લખેલ ચિઠીઓ નંગ-૬, બોલપેન નંગ-૨, રોકડ રકમ રૂ.૭૦૦૦ એમ કુલ મુદામાલકીમત રૂ.૭૫૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!