સીટી એ ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે નવલખી ફાટક જે ઘરનો ફિલ્મી ઢબે પીછો કરી રૂપિયા 4 5.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ચોક્કસ બાતમીના આધારે મોરબી માળીયા હાઈવે પર નવલખી ફાટક પાસેથી કારનો પીછો કરી વિદેશી દારૂની ૩૭૨ બોટલ સાથે એક શખ્સ ને દબોચી લઇ રૂપિયા ૪.૪૯ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગે માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ એમ પી પંડ્યા ની સૂચનાથી એએસ આઈ કિશોરદાન ગઢવી સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ યાકુબભાઈ ને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોરબી કચ્છ હાઇવે પર નવલખી ફાટક પાસે વોચ ગોઠવી હતી એ દરમ્યાન સ્વિફ્ટ કાર નંબર જીજે ૦૧ એચવી ૪૮૯૪નંબરની શંકાસ્પદ રીતે નીકળતા પોલીસે તેનો પીછો કર્યો હતો કારચાલક મોરબી માં આવેલ રણછોડ નગર માં સેન્ટ મેરી સ્કૂલ પાસે અવાવરું જગ્યાએ રાખી નાસવા જતા પોલીસે યાકૂબ ઉર્ફે ભૂરો અબ્દુલ સમા રહે શિકારપુર ગામ તાલુકો ભચાઉ ને દબોચી લીધો હતો જ્યારે ઘનશ્યામસિંહ ઉફેઁ ધનરાજ સંતુભા મકવાણા નામનો શખ્સ નાસી ગયો હતો પોલીસે કારની તલાશી લેતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૭૨ બોટલ અને કાર સહિત કુલ રૂપિયા ૪.૪૯ લાખ નો મદ્દામાલ કબજે કર્યો હતો.