મોરબી શહેરના વસંતપ્લોટમાંથી એક શકશને જુદી જુદી બ્રાન્ડની ૯૪ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લેવામા આવ્યો છે જ્યારે એક આરોપી નું નામ ખુલ્યું છે.
જે.માં મોરબી એલસીબી નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે મોરબીના વસંત પ્લોટમાં એક વ્યક્તિ પાસે દારુનો જથ્થો છે જેથી એલસીબી ના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવતા રોયલ ચેલેન્જ વહીસ્કી ની ૪૭ બોટલ કી. રૂ.૨૪,૪૪૦,મેજીક મુમેન્ટ ગ્રેઇન વોડકાની ૩૬ બોટલ કી. રૂ.૧૪૪૦૦ અને મેકડોવેલ્સ નં૧ સુપિરિયર વહીસ્કી ની ૧૧ બોટલ જેની કી. રૂ.૪૧૨૫ મળી કુલ ૯૪ બોટલ દારૂ અને કુલ રૂ.૪૨,૯૬૫ ના મુદામાલ સાથે આરોપી અમૃત ઉર્ફે અમુ પ્રવિણભાઇ પઢારિયા(ઉ.વ ૩૪ રહે નાની રાવલશેરી મોરબી)વાળાને ઝડપી પાડી ને પૂછપરછ હાથ ધરી હતી જેમાં બીજા આરોપી દેવો લાલજીભાઈ પરમાર (રહે.વાવડી રોડ કબીર આશ્રમ પાસે મોરબી) વાળાનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.