બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૧૮ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ માં હોય તે દરમ્યાન કાલીકા પ્લોટમાં હુશેની ચોક પાસે રોહીતભાઇ જીવણદાસ દુધરેજીયાને એકટીવા નં. જીજે-૩૬-ક્યુ-૬૨૪૧માં ગેરકાયદે દેશી દારૂ ૫૦ લી. (કિં.રૂ. ૧૦૦૦)ની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દેશી દારૂનો જથ્થો એજાઝભાઇ આમદભાઇ ચાનીયા પાસેથી વેચાણ કરવાના ઇરાદે લીધો હોવાનું ખુલ્યું હતું. પોલીસે દેશી દારૂનો જથ્થો અને એક્ટિવા કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.









