Monday, January 6, 2025
HomeGujaratમોરબી વાંકાનેર હાઇવે પર જાંબુડીયા નજીક કાર પલટી મારી જતા એકનું મોત

મોરબી વાંકાનેર હાઇવે પર જાંબુડીયા નજીક કાર પલટી મારી જતા એકનું મોત

મોરબી વાંકાનેર હાઇવે એક્સિડેન્ટ ઝોન બની ગયો હોય તે રીતે રોજ બરોજ અકસ્માતોના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે જાંબુડીયા ગામ નજીક બધું એક અકસ્માત માં એક વ્યક્તિ નું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની વિગત અનુસાર મોરબી વાંકાનેર હાઇવે પર આરટીઓ કચેરી સામે ગત તાં૩ ના રોજ ગીરીશભાઈ લાલજીભાઈ પરમાર નામના કાર ચાલક પોતાની સ્વીફ્ટ કાર નં. GJ03 HK4725 લઈને ફૂલ સ્પીડથી જતા હતા તે દરમિયાન વણાંક પર કોઈ કારણોસર કાર પર કાબુ ગુમાવતા કાર રોડની ડાબી બાજુ માં આવેલ લોખંડની રેલીંગ તોડીને પલટી મારી ગઇ હતી અને સર્વિસ રોડ પર આવી ગઇ હતી જેમાં કાર ચાલક નું મોત નીપજ્યું હતું જે બનાવની અજિતભાઈ બીજલભાઈ સોલંકીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના ચાચાપર રોડે કાર હડફેટે બાઈકચાલક ઈજાગ્રસ્ત

ગત તા.૧ ના રોજ મોરબી તાલુકાના રાજપરા ચાચાપર ગામ ના રસ્તે સદગુરુ કોટન મિલ ની પાસે GJ36 B 2596 નંબરણના કાર ચાલકે GJ03 EQ0826 નમ્બરના બાઇક સાથે સામેથી કાર અથડાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઇક ચાલક ના બન્ને પગે ફેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બાઈકચાલક નિલેશભાઈ અમર્શિભાઈ કોરીંગા એ મોરબી ઉપરોક્ત નમ્બરની કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!