Saturday, April 20, 2024
HomeGujaratટંકારાના બંગાવડી ગામે દરગાહના પટાંગણમાં મહિલાને માર મારતા મહિલા સહિત ત્રણ વિરુદ્ધ...

ટંકારાના બંગાવડી ગામે દરગાહના પટાંગણમાં મહિલાને માર મારતા મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં નજીવી બાબતે મારા મારી કરવી હુમલાઓ કરવા એવા બનાવો જાણે સામાન્ય થઈ ગયા હોય તેમ વધુ એક બનાવ સામે. આવ્યો છે જેમાં રીસામણે બેસેલ મહિલાને મહિલા સહિત ત્રણ આરોપીઓએ માર મારતા ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની વિગત મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલ બંગા પીર ની દરગાહના પટાગણ માં ફરિયાદી સાદીકાબેન કાદરભાઈ ગાલબ અને તેમની સાથે સરતાજ બેન બન્ને ઉભા હતા ત્યારે ત્યાં આવેલ આરોપીઓ મદીનાબેન હુસેનભાઈ ગાલબ ,રોજમીન આસિફભાઈ(રહે.બન્ને વાવડીરોડ મોરબી) અને હનીફભાઈ નુરાભાઈ માડકીયા(રહે ટંકારા) વાળાએ આવી ફરિયાદીની સાથે રહેલ સરતાજબેન ને કહ્યું કે તું રીસામને બેસેલ છો જે વાત સારી નથી જેથી ફરિયાદીએ આવી વાતો ઘરના વડીલો સાથે કરવાનું કહેતા આરોપીઓને સારું લાગ્યું ન હતું જેથી રાડા રાડી કરી ને ફરિયાદીને ગાલ પર થપ્પડો મારી અને ઢીકા પાટુ તેમજ લાકડી વડે માર માર્યો હતો જે બાદ તેઓએ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈને સ્વસ્થ થઈ જતા ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!