જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પ્રયોગ હાથ ધરાયો
મોરબીના જૂના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા અનોખી પ્રેરણાદાયી પહેલ કરી ગ્રામજનોને વૃક્ષોનું મહત્વ સમજાવી એક ઘર એક વૃક્ષનું અભિયાન હાથ ધરી ગામને લીલુછમ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. કોરોના જેવા કપરા કાળમાં આજે વ્યક્તિને પ્રકૃતિ માંથી મળતા પ્રાણવાયુ ઓક્સીજનની કિંમતનો અંદાજ આવ્યો છે ત્યારે નાગડાવાસ ગામની સેવા સમિતિના સભ્યોએ સાથે મળીને પર્યાવરણની જાળવણી માટે અભિયાન રૂપે નવતર પહેલ કરી એક ઘર, એક વૃક્ષ’નો નવો મંત્ર અમલમાં મુક્યો છે.
ગામમાં વૃક્ષોના જતન પ્રત્યે જનજાગૃતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે અહીંના યુવાનોએ સેવા સમિતિના નેજા હેઠળ ગામમાં એક ઘર એક વૃક્ષ અભિયાન હાથ ધરીને વૃક્ષો સ્થાનિક રહીશોને વૃક્ષ ઉછેર પ્રત્યે સભાન કર્યા છે. ઓક્સીજનના ખરા ઉત્પાદક અને વરસાદ લાવવામાં ખુબજ ઉપયોગી તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખનાર, ધોમધખતા તાપમાં ઠંડક આપનાર વૃક્ષોનું વધુને વધુ વાવેતર થાય, ઉછેર થાય એ માટે અભિયાન હાથ ધર્યું છે. ગ્રામજનો ૧૧૦૦ રૂપિયા પ્રત્યેક્ષ વૃક્ષ ઉછેર માટે દાન પેટે સ્વજનોની યાદગીરી રૂપે સ્વેચ્છાએ ફાળવે એવો મત સેવા સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ બેઠકમાં જ ૫૦ દાતાઓએ પોતાનો ફાળો આપીને વૃક્ષારોપણમા મદદ કરી હતી.
આવનાર સમયમાં સમિતિનો ‘એક ઘર, એક વૃક્ષ’નો ટાર્ગેટ રાખીને ૩૫૧ વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આ સાથે જ ગામની પશ્ચિમે આવેલ એકલવીર હનુમાન અને ઐતહાસિક તળાવની પાળ પર આ વૃક્ષારોપણની વૃક્ષ વાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સરપંચ ધીરુભાઈ રાઠોડ એ જણાવ્યુ હતું કે જૂના નાગડાવાસ સેવા સમિતિ સ્વચ્છતાના કાર્યકરતાં ગગુભાઈ કૂવાડીયા, મેણંદભાઈ રાઠોડ, લખમણભાઇ બારસરા, લખમણભાઇ બરારીયા, સવાભાઈ ધાંગા તેમજ ૨૫ જેવા અન્ય કાર્યકર્તાઓ બીજા કાર્યો જેવાકે વધુમાં વધુ ગ્રામજનો વેક્સિન લે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી અને એ માટે પ્રચાર-પ્રસાર કરવાનું નક્કી કર્યું હતું નોંધનીય છે કે ગામની પશ્ચિમે આવેલ એકલવીર હનુમાન અને ઐતહાસિક તળાવની પાળ પર આ વૃક્ષારોપણની વૃક્ષ વાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.