અકસ્માતનાં આ બનાવની મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શકત શનાળા દરીયાલાલ શોપિંગની સામે રહેતા મન્સારામભાઈ નથુરામભાઈ વિશ્વકર્મા(ઉ.વ.૩૩) એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી કાળા કલરની કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવી પંચાસર તથા નાની વાવડી ગામ વચ્ચે ફરિયાદી મન્સારામભાઈના દીકરા મનીષના મોટરસાઈકલ નં. જીજે-૦૩-સીજે-૩૦૩૮ સાથે સામેથી ભટકાડી મનીષભાઈના ડાબા પગમાં ફેકચર કરી તથા શરીરે નાની મોટી ઈજા કરી તેમજ ફરિયાદીના સંબધી રાકેશભાઈને માથાના ભાગે તથા નાકમાં તથા કાનમાં ગંભીર ઈજાઓ કરી મૃત્યુ નીપજાવી કાર લઇ નાશી ગયો હતો. પોલીસે બનાવની ફરિયાદનાં આધારે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.