Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના વીસીપરા મેઇન રોડ પરથી એક ઇસમ પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે...

મોરબીના વીસીપરા મેઇન રોડ પરથી એક ઇસમ પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે કામગીરી કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વીસીપરા મેઇન રોડ પરથી એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ગેર કાયદેસર દેશી હાથ બનાવટની ૧ પીસ્તોલ તેમજ ૧ જીવતા કાર્ટીસ સાથે પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રહીમભાઇ રાઉમાને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે રેકઝીનનુ કેશરી કલરનુ જાકીટ અને નીચે આછા વાદળી કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ અહેમદભાઇ જુશબભાઇ કટીયા નામનો મોરબીમાં રહેતો ઈસમ હાલમા મોરબી વીસીપર મેઇન રોડ ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર આંટાફેરા કરી રહ્યો છે. તેની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. જે મળેલ બાતમી આધારે પોલીસે સ્થળ પર જઇ વોચમાં રહી કોર્ડન કરી ઇસમને પીસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે પકડી પાડી આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી હસ્તગત કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!