મોરબીઓ જિલ્લામાં કાર ચાલકો બેફામ બન્યા છે. અને એક બાદ એક અકસ્માતો સર્જી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ માળીયા હળવદ હાઇવે પરથી સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇક ચાલક વૃદ્ધનું મોત થયું છે. જયારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ખાતે રહેતા કાનજીભાઇ રાજાભાઇ સાથલીયા ગત તા.૦૯/૧૨/૨૦૨૨ના રોજ સામતભાઇ નોંઘાભાઇ ભરવાડ સાથે માળીયા હળવદ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હળવદ માળીયા હાઇવે પર સુસવાવ ગામના પાટીયા પાસે GJ36F0801 નંબરની કારના ચાલકે પોતાની ગાડી પુરપાટ ઝડપે ચલાવી GJ-03-EJ-5122 નંબરની બાઈક પર જય રહેલ કાનજીભાઇ તથા સામતભાઇને હડફેટે લેતા બાઈક ચાલક સામતભાઇ નોંઘાભાઇ ભરવાડને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે ફરિયાદી કાનજીભાઇ રાજાભાઇ સાથલીયાને ડાબી આંખ ઉપર તથા બંને હાથે તથા છાતીના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવારમાં ખસેડાયા હતા. ત્યારે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮, ૩૦૪ (અ), તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ફરિયાદ નોંધાઈ છે.