Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : લખધીરપુર રોડ ઉપર સીરામીક કારખાનામાં ઓફીસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, આઠ...

મોરબી : લખધીરપુર રોડ ઉપર સીરામીક કારખાનામાં ઓફીસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, આઠ પત્તાપ્રેમીઓ ઝબ્બે

મોરબી તાલુકા પોલીસે બાતમીનાં આધારે લખધીરપુર રોડ ઉપરના સીરામીક કારખાનામાં દરોડો પાડી ઓફીસમાં ચાલતું જુગારધામ ઝડપી પાડી રૂ. ૮.૪૧ લાખનાં મુદામાલ સાથે ૮ ઈસમોની અટકાયત કરી છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. ૨૬નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સેજાસ સીરામીક કારખાનાના ગોડાઉનની ઓફીસમાં કારખાનેદાર જયમીનભાઈ પ્રાગજીભાઈ પોતાના ગોડાઉનની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે તેવી ચોક્કસ બાતમી મળતા પોલીસ સ્ટાફે સીરામીક ફેક્ટરીની ઓફીસમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા આરોપીઓ જયમીનભાઈ પ્રાગજીભાઈ, પરસોતમભાઈ કેશવજીભાઈ ભોરણીયા, સુરેશભાઈ નારણભાઈ આદ્રોજા, સંજયભાઈ ગણેશભાઈ, ભાવેશભાઈ ઓધવજીભાઈ જીવાણી, જેન્તીલાલ મૂળજીભાઈ શેરસિયા, હાર્દિકભાઈ લાભુભાઈ, રાજેશભાઈ જસવંતભાઈને કુલ રૂ.૮.૪૧ લાખનાં મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!